Breaking News

ગુરુ પૂર્ણિમા ઉજવણી…

તા. ૨૯-૦૭-૨૦૨૬

ગુરુ પૂર્ણિમા ઉજવણી

શ્રી આર.પી. અનડા કોલેજ ઓફ એજ્યુકેશન, બોરસદ ખાતે તા. ૨૯-૦૭-૨૦૨૬ના રોજ ગુરુ પૂર્ણિમાની પાવન ઉજવણી ભવ્ય રીતે યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી નવીનભાઈ પટેલ (નિવૃત આચાર્યશ્રી, ઝારોલા હાઇસ્કૂલ) તથા વિશિષ્ટ મહેમાન તરીકે શ્રી હમીરભાઈ નાનેચા (આચાર્યશ્રી, ઉતર બુનિયાદી વિદ્યાલય, વાસણા) હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હાર્દિક સ્વાગતથી કરવામાં આવી, જેમાં પુષ્પગુચ્છ, શાલ તથા પુસ્તકો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા. ત્યારબાદ દીપ પ્રગટાવી કાર્યક્રમને ઔપચારિક રીતે પ્રારંભ આપવામાં આવ્યો.

નવા પ્રવેશ મેળવનાર તાલીમાર્થીઓ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવ્યું, જે તેમની પ્રતિભા અને આત્મવિશ્વાસનો પરિચય કરાવતું હતું. સંસ્થાના વડીલ અધ્યાપક ડૉ. એસ.એલ. જાદવ દ્વારા મહેમાનોનો વિગતવાર પરિચય આપવામાં આવ્યો.

કાર્યક્રમ દરમિયાન સંસ્થાના આચાર્યશ્રીએ શ્રી નવીનભાઈ પટેલ સાહેબની શિક્ષણક્ષેત્રે આપેલી મહત્વપૂર્ણ સેવાઓ અને તેમની કાર્યશૈલી વિષે પ્રેરણાદાયી ચર્ચા કરી, જે ઉપસ્થિત વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સાબિત થઈ.

અંતમાં સંસ્થાની અધ્યાપિકા ડૉ. એમ.સી. વાણિયા દ્વારા આભારવિધિ રજૂ કરવામાં આવી, જેમાં તમામ મહેમાનો, સ્ટાફ સભ્યો તથા વિદ્યાર્થીઓનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

આ રીતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી સકારાત્મક અને પ્રેરણાદાયી વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ.

રિપોર્ટર ડૉ. શૈલેષ વાણીયા ‘શૈલ’

About admin

Check Also

के. वी शर्मा विशाखापत्तनम साहित्य सेवा संस्था अध्यक्ष को स्वामी विवेकानंद युवा सिद्धि पुरस्कार से सम्मानित किया गया

Jdnews Vision… हैदराबाद : : के वी शर्मा विशाखापत्तनम साहित्य सेवा संस्था के अध्यक्ष को …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *